દેશમાં છેલ્લા થોડા વર્ષોથી લોકોમાં જાગૃતા વધી છે

મોટાભાગના લોકો પેટ્રોલ ભરાવતા પહેલા ફ્યૂલ મીટરમાં 0 જોવે છે

પરંતુ માત્ર આટલું જ પૂરતું નથી

ઝીરો ન જોવાથી પેટ્રોલ ભરનાર તમારી સાથે ચાલાકી કરી દે તેમ બની શકે છે

તમને પેટ્રોલ ઓછી માત્રામાં મળી શકે છે

પેટ્રોલ ભરાવતી વખતે ડેંસિટીનું પણ ધ્યાન રાખવું જરૂરી છે

સરકારે પેટ્રોલ અને ડીઝલની શુદ્ધતાના માપદંડ નક્કી કર્યા છે

પેટ્રોલની ડેંસિટી જો 730 થી 800 વચ્ચે હોય તો શુદ્ધ માનવામાં આવે છે

મશીનમાં જોવા મળતા આંકડા આ રેંજથી ઓછા કે વધારે હોય તે તેમાં ભેળસેળ હોઈ શકે છે

તમે પેટ્રોલ પંપ પર મેન્યુઅલી તેની તપાસ કરાવી શકો છો