નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે તેમનું છઠ્ઠું બજેટ રજૂ કર્યુ

આ દરમિયાન ગરીબો માટે અનેક જાહેરાત કરવામાં આવી

બજેટમાં પીએમ આવાસ યોજનાને લઈ અનેક મોટી જાહેરાત કરવામાં આવી છે

પીએમ આવાસ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં આશરે 3 કરોડ મકાનનું નિર્માણ કરવામાં આવી ચૂક્યું છે

આગામી પાંચ વર્ષમાં યોજના અંતર્ગત 2 કરોડ વધુ મકાનનું નિર્માણ કરાશે

યોજના અંતર્ગત સરકાર ગરીબ પરિવારનો પાકા મકાન બનાવવા આર્થિક મદદ આપે છે

યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં ઘર બનાવવા માટે એક લાખ 20 હજાર રૂપિયા આપવામાં આવે છે

પહાડી વિસ્તારમાં મકાન નિર્માણ માટે 1 લાખ 30 હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે

આ યોજનાના કારણે અનેક લોકોના ઘરનું સપનું સાકાર થયું છે