KK એટલે કે કૃષ્ણ કુમાર કુન્નાથ હિન્દી સિનેમામાં નવું નામ નથી. આજે તેનો બર્થ ડે છે.

કેકેએ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી, બંગાળી અને ગુજરાતી ફિલ્મોમાં ગીતો ગાયા છે

કેકેએ તેમનું સ્કૂલિંગ દિલ્હીની માઉન્ટ સેન્ટ મેરી સ્કૂલમાંથી કર્યું હતું અને દિલ્હી યુનિવર્સિટીની કિરોરી માલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું.

કેકેને ફિલ્મોમાં બ્રેક મળ્યો તે પહેલા જ તેણે લગભગ 35000 જિંગલ્સ ગાયા હતા.

તેણે 1999માં ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે 'જોશ ઓફ ઈન્ડિયા' ગીત પણ ગાયું હતું

સિનેમા જગતને ઘણા હિટ ગીતો આપનાર કેકેએ પોતાના જીવનમાં ક્યારેય ગાયનની કોઈ તાલીમ લીધી ન હતી.

કેકે કિશોર કુમાર અને આરડી બર્મનના સંગીતથી પ્રેરિત હતા.

કેકેએ સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની પ્રખ્યાત ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમનું ગીત તડપ તડપ કે ગાયું છે. આ ગીતે ગાયકનું જીવન બદલી નાખ્યું.

31 મે 2022 ના રોજ, KK કોલકાતામાં એક સંગીત કાર્યક્રમમાં પરફોર્મ કરી રહ્યો હતો. આ પછી, જ્યારે તે હોટેલ પહોંચ્યો, ત્યારે તે બેહોશ થઈ ગયો.

સિંગરને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.