પાકિસ્તાનની હોટ અભિનેત્રીમાં મથિરાનું નામ મોખરે છે. મથિરા અભિનેત્રીની સાથે મોડલ, સિંગર અને ડાન્સર પણ છે. મથિરાના પિતા આફ્રિકી અને માતા પાકિસ્તાની છે. તેનો જન્મ ઝિમ્બાબ્વેમાં થયો છે. તેનું અસલી નામ મથિરા અહમદ છે. મથિરાએ 2012માં સિંગર ફારાન મિર્ઝા સાથે લગ્ન કર્યા. 2014માં પુત્રને જન્મ આપ્યો. 2018માં પતિ સાથે મતભેદ થતાં તે પતિથી અલગ થઈ ગઈ હતી. મથિરા તેના બોલ્ડ લુકના કારણે પાકિસ્તાનમાં જાણીતી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 1.8 મિલિયન ફોલોઅર્સ છે. મથિરા ફોલોઅર્સ સાથે હોટ તસવીરો અને વીડિયો સતત શેર કરતી રહે છે. મથિરાએ તેની તસવીરના કેપ્શનમાં લખ્યું, મને મળવું છે તો ત્યાં મળો જ્યાં આકાશ સમુદ્રને સ્પર્શે છે. મારી પાસે બીચ પર સલવાર-કમીઝમાં હોવાની અપેક્ષા ન રાખો.