ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા માત્ર ટેનિસ રમીને જ મોટી કમાણી કરે છે. ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા હૈદરાબાદની રહેવાસી છે. હૈદરાબાદમાં તેની પાસે આલીશાન ઘર છે. આ સિવાય તેનું દુબઈમાં પણ એક ઘર છે. સાનિયાના હૈદરાબાદના ઘરની કિંમત લગભગ 13 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. સાનિયા હાલ દુબઈમાં પોતાના ઘરે રહે છે. lતે માત્ર ટેનિસ રમીને જ મોટી કમાણી કરે છે. સાનિયા મિર્ઝાની વાર્ષિક અંદાજિત આવક 3 કરોડ રૂપિયા છે. સ્પોર્ટ્સ ઉપરાંત, સાનિયા ઘણી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા પણ કમાણી કરે છે. તે બ્રાન્ડ એન્ડોમેન્ટ માટે 2.5 કરોડ રૂપિયા લે છે. સાનિયા ઘણી ટોચની બ્રાન્ડ્સ સાથે પણ સંકળાયેલી છે. સાનિયાની પોતાની એક ટેનિસ એકેડમી પણ છે. સાનિયા પાસે કરોડોની કિંમતના વાહનો પણ છે. (તમામ તસવીરોઃ ઈન્સ્ટાગ્રામ)