સ્ટાર પ્લસ પરથી પ્રસારિત થતી ઈમલી સીરિયલ લોકોને ખૂબ પસંદ આવી રહી છે.

સ્ટોરીમાં સતત ટ્વિસ્ટ અને ટર્ન્સ બાદ પણ શોની ટીઆરપી ઘટી રહી છે.

સીરિયલમાં ઈમલીનું પાત્ર ભજવતી એક્ટ્રેસનું નામ સુંબુલ તૌકીર ખાન છે.

તેના પરિવાર તથા મિત્રો તેને ગુનગુનના નામથી બોલાવે છે.

તે 19 વર્ષની છે અને એક મુસ્લિમ પરિવારમાં તેનો જન્મ થયો છે. તેના પિતા કોરિયોગ્રાફર છે.

સુંબુલ તૌકીર ખાનને એક બહેન છે, જેનું નામ સાનિયા છે અને હાલ મુંબઈમાં રહે છે.

સુંબુલ તૌકીર ખાન ઈમલી ઉપરાંત ચંદ્રગુપ્ત મૌર્ય સીરિયલમાં પણ કામ કરી ચુકી છે.

તેણે કરિયરની શરૂઆત ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી.

2013માં તેણે ટીવી સીરિયલ જોધા અકબરમાં અકબરની ભત્રીજીનો રોલ કર્યો હતો.

2016માં વારિસ અને 2019માં ઈશારો ઈશારો મેં જોવા મળી હતી.