આ માટે સૌથી પહેલા વિદેશ મંત્રાલયની પાસપોર્ટ સેવાની વેબસાઈટ https://www.passportindia.gov.in પર ક્લિક કરો. આ પછી, સૌ પ્રથમ, નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરો. પછી તમારું ફોર્મ રજિસ્ટર કરો. રજિસ્ટ્રેશન માટે તમને એક ફોર્મ આપવામાં આવશે, જેમાં તમે તમારું નામ, ઇમેઇલ આઇડી, જન્મ તારીખ વગેરે વિગતો ભરી શકો છો. આ પછી, તમને Passport Seva વિકલ્પ દેખાશે, જેના પર ક્લિક કરો. ત્યારબાદ Click Here to Fill ક્લિક કરો. આ પછી Submit ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ View Saved/Submitted Applications પર ક્લિક કરો. પાસપોર્ટ ઓફિસમાં તમારી અનુકૂળતા મુજબનો સમય અને તારીખ પસંદ કરી એપોઈન્ટમેન્ટ ડેટ બુક કરો. બાદમાં Pay and Book Appointment પર ક્લિક કરો અને Receipt પ્રિન્ટ આઉટ વિકલ્પ પર ક્લિક કરો. એપોઇન્ટમેન્ટના દિવસે પાસપોર્ટ ઓફિસની મુલાકાત લઈને જારી કરેલી માહિતીની ચકાસણી કરાવો આ પછી 10થી 12 દિવસમાં પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થાય છે. આ પછી, ભારતીય પોસ્ટ તમારા ઘરના સરનામાં પર પાસપોર્ટ મોકલવામાં આવશે.