સચિન તેંડુલકરે 200 ટેસ્ટમાં 15921 રન બનાવ્યા છે. ટેસ્ટમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવવામાં તે પ્રથમ ક્રમે છે. રાહુલ દ્રવિડે 164 ટેસ્ટમાં 13288 રન બનાવ્યા છે અને તે લિસ્ટમાં બીજા ક્રમે છે. ત્રીજા ક્રમે રહેલા સુનિલ ગાવસ્કરે 125 ટેસ્ટમાં 10122 રન બનાવ્યા છે. ચોથા ક્રમે રહેલા વીવીએસ લક્ષ્મણે 134 ટેસ્ટમાં 8781 રન બનાવ્યા છે. વીરેન્દ્ર સહેવાગ 104 ટેસ્ટમાં 8586 રન બનાવવાની સાથે લિસ્ટમાં પાંચમાં ક્રમે છે. ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી 104 ટેસ્ટમાં 8604 રન બનાવીને છઠ્ઠા ક્રમે છે. સૌરવ ગાંગુલીએ 113 ટેસ્ટમાં 7217 રન બનાવ્યા છે અને લિસ્ટમાં સાતમા ક્રમે છે. આજે પુજારાએ ટેસ્ટમાં સાત હજાર રન પૂરા કર્યા હતા. તે યાદીમાં આઠમા ક્રમે છે