રાયતાને વધુ સ્વાદિષ્ટ બનાવા માટે તેમાં હીંગ અને જીરાનો વઘાર કરવો.

નૂડલ્સ ઉકાળતી વખતે પાણીમાં થોડું મીઠું અને તેલ ભેળવી દેવું અને બહાર કાઢ્યા પછી ઠંડા પાણીથી ધોઇ નાખવાથી નુડલ્સ એકબીજાથી ચોંટતા નથી.

પૂરીને ક્રિસ્પી બનાવતી વખતે લોટમાં એક ચમચો રવો અથવા ચોખાનો લોટ ભેળવવો.

લોટમાં એક ચમચી સાકર ઉમેરવાથી પૂરી ક્રિસ્પી બને છે.

સખત પનીરને મુલાયમ કરવા માટે તેને મીઠાયુક્ત પાણીમાં દસ મિનીટ પલાળી રાખવું. પનીર નરમ થઇ જશે.

કાંદાને બાફતી વખતે ચપટી સાકર ભેલવી દેવાથી કાંદા જલદી બ્રાઉન થાય છે.

એક કપ નારિયેળ પાણીમાં બે બ્રેડ અને એક ચમચી સાકર ભેળવી દઇને બ્લેન્ડ કરવું. ઇડલીના ઘોળનો આથો સારો આવે છે.

ટામેટાનું સૂપ બનાવતી વખતે ટામેટા ઉકળે એટલે તેમાં લીલુ મરચું, લસણની એક કળી અને એક ટુડડો આદુ ભેળવી દેવો સૂપ સ્વાદિષ્ટ બનશે.

કરીને સાંજ સુધી તાજી રાખવા માટે તેમાં અડધુ લીંબુ નીચોવી દેવું.



તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે