કોંગ્રેસને આખરે નવા પ્રમુખ મળી ગયા છે. 80 વર્ષીય મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે.

મલ્લિકાર્જુન ખડગેને 7897 વોટ મળ્યા જ્યારે શશિ થરૂરને માત્ર 1072 વોટ મળ્યા. જ્યારે 416 મતો રદ થયા હતા.

છેલ્લા 24 વર્ષમાં ગાંધી પરિવારની બહારના કોઈ નેતા પ્રમુખ પદે પહોંચ્યા હોય તેવું પ્રથમ વખત બન્યું છે.

મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકના વરિષ્ઠ રાજકારણી અને 16મી લોકસભામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના નેતા છે.

તેઓ કર્ણાટકના ગુલબર્ગાથી કોંગ્રેસના સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ ભારત સરકારમાં ભૂતપૂર્વ રેલ્વે મંત્રી પણ છે.

મલ્લિકાર્જુન ખડદે સ્વચ્છ જાહેર છબી ધરાવતા સક્ષમ નેતા છે. રાજકારણ, કાયદો અને વહીવટીય બાબતોથી સારી રીતે વાકેફ છે.

મલ્લિકાર્જુન ખડગેએ સતત 10 વખત ચૂંટણી જીતી છે.

તેમને પુસ્તકો વાંચવાનો શોખ છે. અંધશ્રદ્ધા અને રૂઢિચુસ્ત પ્રથાઓ સામે અવાજ ઉઠાવતા આવ્યા છે.

મલ્લિકાર્જુન ખડગેને કબડ્ડી, હોકી અને ક્રિકેટ સહિતની રમતોમાં પણ રસ છે.

તમામ તસવીર સૌજન્યઃ પીટીઆઈ

તમામ તસવીર સૌજન્યઃ પીટીઆઈ