સોનું તમામને આકર્ષિત કરે છે. તેનો સંબંધ સુખ સમૃદ્ધિ સાથે જોડવામાં આવ્યો છે. મહિલાઓને સોનું સૌથી વધુ પ્રિય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ સોનું કયારે ખરીદવું તે બતાવવામાં આવ્યું છે. માન્યતા છે કે શુભ દિવસ અને શુભ મુહૂર્તમાં સોનું ખરીદવું ઉત્તમ છે. તેનાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. દિવાળી અને ધનતેરસ પર સોનું ખરીદવું સૌથી શુભ માનવામાં આવે છે. આ ઉપતરાંત રવિવાર અને ગુરુવારના દિવસે સોનું ખરીદવું શુભ રહે છે. ગુરુપુષ્ય નક્ષત્રમાં પણ સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. સોનું ગુમ થાય કે ખોવાઈ જાય શુભ માનવામાં નથી આવતું. તેથી રક્ષા કરવી જોઈએ. સોનાનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. સોનું સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. સોનું ધારણ કરવાથી હૃદય સંબંધી રોગોથી રાહત મળે છે. સોનાને જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય અને ધનકુબેર સાથે જોડવામાં આવ્યું છે. તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.