રાજસ્થાનના ડેપ્યુટી સીએમ તરીકે દીયા કુમારીના નામની જાહેરાત થઈ છે.

દીયા કુમારીએ રાજસ્થાનની વિદ્યાધર નગર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના સીતારામ અગ્રવાલ સામે 71,368 મતોના માર્જિનથી જીત મેળવી હતી.

દીયા કુમારી જયપુર રજવાડાના છેલ્લા શાસક મહારાજા માન સિંહ દ્વીતીયની પૌત્રી છે

તે વર્ષ 2013માં ભાજપમાં જોડાઈ હતી. તેમણે 2013માં યોજાયેલી ચૂંટણીમાં કિરોરી લાલ મીણાને હરાવ્યા હતા

વર્ષ 2019 માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં, દીયા કુમારીએ રાજસમંદ મતવિસ્તારમાંથી 5.51 લાખ મતોના માર્જિનથી જીત મેળવી અને સંસદમાં પ્રવેશ કર્યો.

જયપુરની રાજકુમારી દીયા કુમારીએ 2023ની વિધાનસભા ચૂંટણીમાં પોતાને જયપુરની પુત્રી અને સ્ટ્રીટ પ્રિન્સેસ તરીકે રજૂ કરી હતી

જયપુરના પૂર્વ રાજપરિવાર મહારાજા સવાઈ ભવાની સિંહ અને પદ્મિની દેવીની એકમાત્ર પુત્રી દીયા કુમારીનો જન્મ 30 જાન્યુઆરી, 1971ના રોજ થયો હતો

દીયા કુમારીએ નવી દિલ્હીની મોર્ડન સ્કૂલ, મુંબઈની જીડી સોમાની મેમોરિયલ સ્કૂલ અને જયયુપરની મહારાણી ગાયત્રી દેવી ગર્લ્સ પબ્લિક સ્કૂલથી અભ્યાસ કર્યો છે.

. તેણે લંડનમાં ડેકોરેટિવ આર્ટ્સનો કોર્સ પણ કર્યો છે રાજનીતિ ઉપરાંત તે પોતાનું એનજીઓ પણ ચલાવે છે.

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ