વર્ષનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે થોડા દિવસો પછી નવું વર્ષ આવવાનું છે. આવી સ્થિતિમાં ઘણા લોકો નવી આદતો અપનાવવાનો સંકલ્પ કરે છે, જેને ન્યૂ યર રિઝોલ્યુશન કહેવામાં આવે છે. સારી ટેવો અને લાઇફસ્ટાઇલ અપનાવવાથી આપણે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહીએ છીએ જો આપણે નવા વર્ષની શરૂઆત સાથે કેટલીક ખાસ આદતો અપનાવીએ તો ફિટ અને સ્વસ્થ રહી શકીએ છીએ સ્વસ્થ જીવન માટે સંતુલિત આહાર લેવો ખૂબ જ જરૂરી છે. તમારા ડાયટમાં આહારમાં તાજા ફળો, લીલા શાકભાજી, કઠોળ અને બદામનો સમાવેશ કરો. તેમજ જંક ફૂડ, વધુ પડતી મીઠાઈઓ અને મીઠાનું સેવન ટાળો. તંદુરસ્ત શરીર માટે શારીરિક વ્યાયામ ખૂબ જ જરૂરી છે. તે માત્ર શરીરને ફિટ રાખવામાં જ નહીં પરંતુ માનસિક તણાવને ઘટાડવામાં પણ મદદરૂપ છે. તેથી 2025માં નિયમિતપણે કસરત કરવાની આદત અપનાવો. દરરોજ ઓછામાં ઓછા 2 લિટર પાણી પીવાનો પ્રયાસ કરો. નવા વર્ષમાં દરરોજ સાત-આઠ કલાકની ઊંઘ લેવાનો નિયમ અપનાવો દરરોજ એક નિશ્ચિત સમયે ખોરાક ખાવાનો પ્રયાસ કરો અને મોડી રાત સુધી ખાવાનું ટાળો. કોઈ એવી જગ્યાએ જાઓ જ્યાં તમારા મનને શાંતિ મળે. All Photo Credit: Instagram