નવા સંબંધ સાથે લોકો સતત મેસેજિંગની આદત વિકસાવે છે, જે સંબંધોનું સંતુલન બગાડે છે.



જો તેઓ તેમના પાર્ટનરને મેસેજ કરે ત્યારે તેમને તાત્કાલિક જવાબ ન મળે ઘણા લોકો બેચેન થઇ જાય છે



જો તમારો પાર્ટનર પણ તમારા મેસેજનો જવાબ આપવા માટે થોડો સમય લે છે, તો તેનો અર્થ એ નથી કે તે તમારી પરવા નથી કરતો કે પ્રેમ કરતો નથી.



કદાચ તેઓ કોઈ કામમાં વ્યસ્ત હોય અથવા તેઓ હંમેશા ઓનલાઈન રહેવાનું પસંદ કરતા નથી.



વારંવાર મેસેજ કરવાથી બચવું જોઈએ કારણ કે તેની સંબંધો પર ખૂબ જ ખરાબ અસર પડે છે.



જ્યારે તમે તમારા પાર્ટનરને મિસ કરો છો ત્યારે તેને મેસેજ કરવો તે એકદમ સામાન્ય છે



પરંતુ ધ્યાનમાં રાખો કે ઘણી વખત વધુ પડતા મેસેજ અને કોલને કારણે તમે તેના માટે સમસ્યા ઊભી કરી શકો છો.



આખો દિવસ આવું કરવાથી તમારા પાર્ટનરને ચીડ આવે છે અને તમારા બંને વચ્ચે ઝઘડા વધી શકે છે.



તમારા માટે એ સમજવું જરૂરી છે કે દરેક વ્યક્તિનું અંગત જીવન હોય છે અને તેણે પોતાનું કામ અને અન્ય જવાબદારીઓ પણ નિભાવવાની હોય છે.



જ્યારે અમે તેમને વારંવાર મેસેજ કરતા રહીએ છીએ, ત્યારે આપણે તેમની જરૂરિયાતને સમજી શકતા નથી.



આ કારણે તેઓ નારાજ થઈ શકે છે અને આપણાથી દૂર પણ જઈ શકે છે.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો