ખાંડ, મીઠું અને તેલનો ઉપયોગ આપણા બધા ઘરોમાં થાય છે.



આ ત્રણનું વધુ પડતું સેવન સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે.



જેના કારણે અનેક ખતરનાક બિમારીઓનો ખતરો રહે છે.



FSSAIએ સલાહ આપી છે કે તેલ, ખાંડ અને મીઠું ઓછામાં ઓછું લેવું જોઈએ.



આ ત્રણેય વધુ પડતું ખાવાથી હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હ્રદયરોગ અને કેન્સરનો પણ ખતરો રહે છે.



વધુ પડતા તેલના ઉપયોગથી હૃદયરોગ, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર વધી શકે છે.



તેલ ફેટ અને બેડ કોલેસ્ટ્રોલ (LDL) વધારે છે, જે હૃદયને નુકસાન પહોંચાડી શકે છે



ખાંડમાં ઘણી બધી કેલરી હોય છે, જે વજન વધારી શકે છે.



ખાંડનું વધુ પડતું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ વધે છે, જેનાથી ડાયાબિટીસનો ખતરો પણ વધી જાય છે.



મીઠું શરીરમાં પાણી જાળવી રાખે છે, જેનાથી લોહીની માત્રા વધી જાય છે બ્લડ પ્રેશર વધે છે.



ક્રોનિક હાઈ બીપી અને સ્ટ્રોકનું મુખ્ય કારણ છે. સોડિયમની વધુ માત્રા હાર્ટ એટેકનું જોખમ વધારે છે.



કિડની લોહીના પ્રવાહમાંથી વધારાનું સોડિયમ ફિલ્ટર કરે છે.



ઘણી વખત વધારે મીઠાના કારણે કિડની આ કામ યોગ્ય રીતે કરી શકતી નથી.



ગંભીર કિસ્સાઓમાં કિડની ફેલ પણ થઈ શકે છે.



ઘણા અભ્યાસો દર્શાવે છે કે વધુ પડતું મીઠું ખાવાથી પેટના કેન્સરનું જોખમ વધી જાય છે.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો