એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વધુ ઊંઘથી હૃદયના સ્વાસ્થ્યને 20 ટકા ફાયદો થાય છે.



વાસ્તવમાં ઊંઘની ઉણપ શરીરમાં અનેક રોગોને જન્મ આપે છે.



જેના કારણે માનસિક બીમારીઓ જેવી કે સ્ટ્રેસ, ડિપ્રેશન તેમજ હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદો પણ વધી જાય છે.



એટલા માટે ડોક્ટરો હંમેશા લોકોને 7 થી 8 કલાકની ઊંઘ લેવાની સલાહ આપે છે



પરંતુ આજની ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં આટલા કલાકોની ઉંઘ લેવી શક્ય નથી



તાજેતરના એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો વધુ ઊંઘ લે છે તેમને હાર્ટની બીમારીઓનું જોખમ 20 ટકા ઓછું છે



યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજીની બેઠકમાં નવા પરિણામોમાં રજૂ કરાયા હતા



જેમાં જાણવા મળ્યું છે કે જે લોકો વધારે ઊંઘ લે છે તેમને હૃદય રોગનું જોખમ 20 ટકા જેટલું ઓછું છે.



અન્ય એક અભ્યાસમાં જાણવા મળ્યું કે પૂરતી ઊંઘ હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડે છે.



જે લોકોને ઓછી ઊંઘ આવે છે તેમને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યા થઈ શકે છે.



જે લોકો વીકએન્ડમાં સૌથી વધુ ઊંઘ લે છે તેમનામાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ 19 ટકા ઓછું થઈ જાય છે.