દૂધને બાળકો અને પુખ્ત વયના લોકો માટે પોષણનો ખજાનો ગણવામાં આવે છે.



દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન ડી સારી માત્રામાં જોવા મળે છે



આ સિવાય દૂધમાં વિટામિન બી12, મેગ્નેશિયમ, પોટેશિયમ વગેરે જેવા પોષક તત્વો પણ હોય છે.



દૂધ બાળકના હાડકાં, દાંત અને માંસપેશીઓને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે



પરંતુ મોટાભાગના લોકો દૂધમાં ખાંડ નાખીને બાળકને આપતા હોય છે



હેલ્થ એક્સપર્ટના મતે દૂધમાં ખાંડ ભેળવવામાં આવે છે ત્યારે તે શરીરને નુકસાન પહોંચાડે છે.



જેના કારણે બાળકને સંપૂર્ણ પ્રોટીન અને કેલ્શિયમ મળતું નથી.



આ સિવાય પેટમાં કૃમિ પણ વધી શકે છે, જેના કારણે બાળકનું પાચન બગડી શકે છે



દૂધમાં ખાંડ ઉમેરવાથી બાળકના શારીરિક સ્વાસ્થ્ય પર અસર થાય છે



દરરોજ દૂધમાં ખાંડ નાખીને આપવાથી બાળકમા હાયપરએક્ટિવિટી, ચીડિયાપણું જેવી સમસ્યાઓ વધી શકે છે.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો