57 વર્ષની કે 49? અસલી ઉંમરના વિવાદ વચ્ચે Malaika Aroraની બોલ્ડ તસવીરો વાયરલ
બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા ભલે ફિલ્મોમાં ઓછી દેખાતી હોય, પરંતુ તે હંમેશા તેના લુક અને ફિગરને કારણે ચર્ચામાં રહે છે.
છેલ્લા કેટલાક દિવસોથી લોકો તેની અસલી ઉંમર વિશે ચર્ચા કરી રહ્યા છે.
મલાઈકા અને તેના પૂર્વ પતિ અરબાઝ ખાન એકવાર સાજિદના શોમાં ગયા હતા. સાજિદે તે સમયે કહ્યું હતું કે અરબાઝ તમારાથી બે વર્ષ નાનો છે, આવી સ્થિતિમાં તમને કેવું લાગે છે?
તેના પર અભિનેત્રીએ કહ્યું કે મને તે ગમે છે. જો તમે વિકિપીડિયા ચેક કરશો તો અરબાઝની ઉંમર 55 વર્ષની હશે.
આ હિસાબે મલાઈકા 57 વર્ષની થઈ કહેવાય, પરંતુ તેની ઓફિશિયલ ઉંમર 49 હોવાનું કહેવાય છે. 57 હોય કે 49, મલાઈકા હજુ પણ ખૂબ જ સુંદર લાગે છે.