મિસ વર્લ્ડ 2017 માનુષી છિલ્લરે તેની ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. માનુષી અવારનવાર પોતાના નવા લુકને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. માનુષીએ ઈન્સ્ટાગ્રામ પર તેના અલગ-અલગ પિંક લુક શેર કર્યા છે. એક તસવીરમાં તે પિંક ગાઉન પહેરેલી જોવા મળી રહી છે. અન્ય એક તસવીરમાં માનુષી બાથરૂમમાં મિરર સેલ્ફી ક્લિક કરતી જોવા મળે છે. માનુષી દરેક ફોટામાં ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે. માનુષી છિલ્લર પાસે હાલમાં ઘણા પ્રોજેક્ટ્સ છે. ટૂંક સમયમાં અભિનેત્રી 'ઓપરેશન વેલેન્ટાઈન', 'બડે મિયાં છોટે મિયાં' જેવી ફિલ્મોમાં જોવા મળશે. All Photo Credit: Instagram