મલેશિયાની મોડલ ચાંદની બેન્ઝને ભારતીયો દ્વારા સોશિયલ મીડિયા પર ખૂબ સર્ચ કરવામાં આવી રહી છે

આ પાછળનું કારણ એક્ટર ઈશાન ખટ્ટર સાથેની તેની ડેટિંગની ચર્ચા છે.

એવી અફવા છે કે ઈશાન ખટ્ટર આ સુંદર મોડલને ડેટ કરી રહ્યો છે.

 હાલમાં જ બંને મુંબઈના રસ્તાઓ પર હાથમાં હાથ નાખીને ચાલતા જોવા મળ્યા હતા.

ઈશાન ખટ્ટર અને ચાંદની 22 સપ્ટેમ્બરે મુંબઈના રસ્તાઓ જોવા મળ્યા હતા.

21 વર્ષની ચાંદની મલેશિયાની છે અને એક મોડલ છે.

જો રિપોર્ટ્સનું માનીએ તો અભિનેત્રી અને મોડલ બોલિવૂડમાં કરિયર બનાવવા માટે મુંબઈ આવી છે.

જોકે, કુઆલાલંપુરની રહેવાસી ચાંદનીને હજુ સુધી કોઈ ઓફર મળી છે કે કેમ તેની કોઈ માહિતી નથી.

ચાંદનીએ સિંગાપોર ટીવી ડ્રામા માય મધર્સ સ્ટોરી અને મલેશિયન ટીવી સીરિઝ ‘ગૈબ’માં કામ કર્યું છે.

   All Photo Credit: Instagram