ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેએ વિક્કી જૈન સાથે લગ્ન કર્યા, એક્ટ્રેસના પતિ બિઝનેસમેન છે. કરિશ્મા તન્નાએ પાંચ ફેબ્રુઆરીએ વરુણ બંગેરા સાથે લગ્ન કરવા જઇ રહી છે. તેનો ફિયાન્સ રિયલ એસ્ટેટ કંપનીમાં ડિરેક્ટર છે. એક રિપોર્ટ અનુસાર મૌની રોય 27 જાન્યુઆરીએ બોયફ્રેન્ડ સૂજન નાંબિયાર સાથે લગ્ન કરશે. સૂજન પૂણે સ્થિત એક ઇવેન્ટ મેનેજિંગ કંપનીમાં કો-ફાઉન્ડર છે. કુંડલી ભાગ્ય ફેમ એક્ટ્રેસ શ્રદ્ધા આર્યાએ એક નેવી ઓફિસર સાથે લગ્ન કર્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ દિશા વાંકાણીએ ચાર્ટડ એકાઉન્ટટ સાથે લગ્ન કર્યા છે. એક્ટ્રેસ નીતિ ટેલરે આર્મી કેપ્ટન પરીક્ષિત બાવા સાથે લગ્ન કર્યા છે. એક્ટ્રેસ પૂજા બેનર્જીએ સંદીપ સેજવાલ સાથે લગ્ન કર્યા છે. એક્ટ્રેસના પતિ નેશનલ લેવલના સ્વિમર છે. કામ્યા પંજાબીએ શલભ દાંગ સાથે બીજી વાર લગ્ન કર્યા, શલભ ડોક્ટર છે. સૌમ્યા ટંડને વર્ષ 2016માં સૌરભ દેવેન્દ્ર સાથે લગ્ન કર્યા છે. એક્ટ્રેસનો પતિ બેન્કર છે. રૂપાલી ગાંગુલીના પતિ અશ્વિન વર્મા પહેલા વિદેશમાં નોકરી કરતા હતા. બાદમાં તે મુંબઇમાં સેટલ થઇ ગયા છે. તે એક ક્રિએટિવ કંપનીના માલિક છે.