બોલિવૂડની અભિનેત્રી નોરા ફતેહી તેના ડાંસ માટે જાણીતી છે નોરા માત્ર ડાંસ જ નહીં સારી એક્ટિંગ પણ કરી લે છે પરંતુ તાજેતરમાં નોરાએ પોતાનો લુક જ ચેન્જ કરી નાખ્યો જેથી તેને ઓળખવી જ ના શકાય. નવી તસવીરોમાં નોરા બ્લોન્ડ એટલે કે ગોલ્ડન હેર લૂકમાં જનરે પડે છે લાંબા વાળ ધરાવતી નોરાનો આ ગોલ્ડન લુક જોઈ તેના ચાહકો પણ આશ્ચર્યમાં પડી ગયા છે નોરાએ આ લુકની સાથો સાથ શિમરી બોડીકોન જંપશુટ પહેર્યો છે જેમાં તે બાર્બી ડોલ જેવી લાગી રહી છે. નોરાએ જંપશુટ સાથે ગળામાં બ્લેક લેધર બેલ્ટ પણ પહેર્યો છે નોરાએ હાઈ હિલ્સ અને બ્લેક બુટ્સ પહેરીને લુકને ચાર ચાંદ લગાવી દીધા હતાં આમ તો નોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં તેના ફોટાથી આગ લગાવતી રહે છે