ટાઇટેનિક એક સમયે વિશ્વનું સૌથી મોટું જહાજ હતું આજના સમયમાં ટાઇટેનિકનું સ્થાન વધુ એક જહાજે લીધું છે. સિમ્ફની ઓફ ધ સીઝ એ આજે સૌથી મોટું ક્રુઝ શિપ છે આ જહાજમાં તે બધું છે જે લોકો કલ્પના કરી શકે છે સિમ્ફની ઓફ ધ સીઝ ફૂટબોલના મેદાન કરતાં પણ મોટુ કહેવાય છે જો કે તે સમયે ટાઇટેનિક ત્રણ ફૂટબોલ ક્ષેત્રોની લંબાઈ હતી સિમ્ફની ઓફ ધ સીઝની પહોળાઈ 215.5 ફૂટ અને લંબાઈ 1188 ફૂટ છે. તે સમુદ્ર પર તરતા શહેર જેવું લાગે છે કારણ કે 18 માળના આ જહાજમાં કુલ 6,780 મુસાફરોની રહેવાની વ્યવસ્થા છે. અગાઉ હાર્મની ઓફ ધ સીઝ એ વિશ્વની સૌથી મોટી સમુદ્રી લાઇનર હતી. એક રિપોર્ટ અનુસાર, સિમ્ફની ઓફ ધ સીઝને બનાવવામાં લગભગ ત્રણ વર્ષ લાગ્યા હતા.