પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની આયેશા નસીમે ક્રિકેટમાંથી નિવૃતિ લેવાનો નિર્ણય લીધો છે. આયેશા નસીમની ઉંમર માત્ર 18 વર્ષની છે, પરંતુ તેમ છતાં તે ક્રિકેટના મેદાન પર જોવા નહીં મળે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આયેશા નસીમે ઇસ્લામના કારણે ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે. આયેશા નસીમે કહ્યું હતું કે તે ઇસ્લામ અનુસાર પોતાનું જીવન જીવવા માંગે છે જેના કારણે તેણે ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો છે. આયેશા નસીમનું નામ પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની શ્રેષ્ઠ હિટર્સમાં ગણવામાં આવે છે આયેશા નસીમે 4 વન-ડે સિવાય પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમ માટે 30 T20 મેચ રમી છે. બેટિંગ સિવાય આ ખેલાડી પાકિસ્તાન માટે રાઈટ આર્મ મીડિયમ ફાસ્ટ બોલિંગ કરતી હતી. આયેશા નસીમે વનડેમાં 2 સિક્સર ફટકારી છે. જ્યારે આયેશા નસીમે T20 મેચમાં 18 સિક્સર ફટકારી છે.