વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારતની સતત બીજી હાર બાદ પસંદગીકર્તા ટીમમાં મોટો ફેરફાર કરી શકે છે હાર બાદ અનુભવી ખેલાડીઓને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાંથી બહાર કરવામાં આવી શકે છે જેમાં ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પુજારાનું નામ મોખરે છે. ફાઈનલમાં તે ખાસ ઉકાળી શક્યો નહોતો ફાસ્ટ બોલર ઉમેશ યાદવને પણ બહાર કરવામાં આવી શકે છે. તે બોલિંગમાં કંઈ કરી શક્યો નહોતો. પુજારાના સ્થાને યશસ્વી જયસ્વાલનો સમાવેશ કરવામાં આવી શકે છે ઉમેશ યાદવના સ્થાને મુકેશ કુમારને મોકો મળી શકે છે કેએલ રાહુલ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસથી ભારતીય ટીમમાં પુનરાગમન કરી શકે છે વિન્ડિઝ ટુરમાં શુભમન ગિલને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી શકે છે