બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'નો ક્રેઝ લોકોમાં હજુ પણ યથાવત છે

ફિલ્મ રિલીઝ થયાને 9 દિવસ થઈ ગયા છે અને તે બોક્સ ઓફિસ પર સતત કમાણી કરી રહી છે.

ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના જણાવ્યા અનુસાર, ફિલ્મ પઠાણે 9 દિવસમાં દુનિયાભરમાં 700 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ ટૂંક સમયમાં 1000 કરોડની ક્લબમાં સામેલ થતી જોવા મળશે.

શાહરૂખ ખાને 'પઠાણ'થી ચાર વર્ષ બાદ મોટા પડદા પર કમબેક કર્યું છે.

'પઠાણ'માં શાહરૂખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમે પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે

9 દિવસના કલેક્શન સહિત 'પઠાણ'એ અત્યાર સુધીમાં 364 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

પઠાણ'એ શરૂઆતના દિવસે હિન્દીમાં 55 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

પઠાણ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે શરૂઆતના દિવસે જ 'બાહુબલી 2' અને 'KGF 2' જેવી પાન ઈન્ડિયા ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા હતા.

પાકિસ્તાનમાં 'પઠાણ' ગેરકાયદે બતાવવામાં આવી રહી છે. એટલું જ નહીં ફિલ્મની ટિકિટ 900 રૂપિયામાં વેચાઈ રહી છે