જેરુસલેમ એક આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર છે જે ઈસ્લામ, યહુદી અને ઈસાઈ ધર્મના લોકો માટે પવિત્ર સ્થાન છે અહીંયાની એક દિવાલને યહૂદી ધર્મમાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે આ દિવાલને કોટેલ કે પશ્ચિમ દિવાલના નામથી ઓળખવામાં આવે છે જે વોલ ઓફ ધ માઉંટનો બચેલો હિસ્સો છે યહુદી ધર્મમાં અનેક કિસ્સા આ દિવાલ સાથે જોડાયેલા છે યહુદીઓ માટે ડોમ ઓફ ધ રોક જ હોલી ઓફ ધ હોલીઝ છે આ પવિત્ર દિવાલની નજીક યહુદીઓ હોલી ઓફ ધ હોલીઝની આરાધના કરી શકે છે અલગ અલગ ધર્મો વચ્ચે જેરુસલમને લઈ વિવાદ ખૂબ જૂનો છે