વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે તમિલનાડુના રામેશ્વરમમાં અરિચલ મુનાઈ પોઈન્ટ પહોંચ્યા હતા. તેમણે અહીં વહેલી સવારે પૂજા વિધિ કરી હતી. એવું માનવામાં આવે છે કે..... અરિચલ મુનાઈ એ જ સ્થાન છે જ્યાંથી લંકા સુધી રામ સેતુનું નિર્માણ શરૂ થયું હતું. રામેશ્વરમમાં પૂજા કરતાં પીએમ મોદી પીએમ મોદીએ ધનુષકોડીની પણ મુલાકાત લીધી હતી જ્યાં ભગવાન રામે રાવણને હરાવવાનું વ્રત લીધું હતું. આ પવિત્ર ભૂમિ જ્યાંથી તેઓ લંકા ગયા હતા આ પછી પીએમ મોદીએ રામેશ્વરમમાં કોડંદરામસ્વામી મંદિરની પણ મુલાકાત લીધી હતી અને પૂજા કરી હતી કોડંદરામ નામનો અર્થ થાય છે ધનુષવાળો રામ. એવું માનવામાં આવે છે કે અહીં જ વિભીષણ ભગવાન રામને પ્રથમ વખત મળ્યા હતા અને તેમની પાસેથી આશ્રય માંગ્યો હતો.