માસિક આવક યોજના એ પતિ અને પત્ની બંને માટે એક શ્રેષ્ઠ રોકાણ યોજના છે આ યોજના હેઠળ, વ્યક્તિને જમા રકમ પર 7.4 ટકા વ્યાજ દરનો લાભ મળે છે. આમાં પતિ-પત્ની બંને સંયુક્ત ખાતું ખોલાવી શકે છે. સ્કીમ હેઠળ ત્રણ લોકો સિંગલ અને જોઈન્ટ એકાઉન્ટમાં રોકાણ કરી શકે છે. MIS માં, એક ખાતામાં 1000 થી 9 લાખ રૂપિયા જમા કરી શકાય છે. MIS જોઈન્ટ એકાઉન્ટમાં મહત્તમ રકમ 15 લાખ રૂપિયા જમા કરી શકાય છે. 9 લાખ રૂપિયા જમા કરાવવા પર 5,500 રૂપિયા માસિક આવક થશે. 15 લાખનું રોકાણ કરવાથી માસિક રૂ. 9,250ની આવક થશે.