ડ્રામા ક્વીન રાખી સાવંત હાલ પોતાની લવ લાઈફને લઈને ઘણી ચર્ચામાં છે. હાલ રાખી આદિલ ખાન દુર્રાની સાથે રિલેશનશિપમાં હોવાનું કહેવાય છે. આદિલ ખાન દુર્રાની અને રાખી વચ્ચે ઘણો એજ ગેપ છે. રાખી ઘણીવાર રસ્તા પર ડાન્સ કરતી જોવા મળે છે. હાલમાં જ રાખી તેના બોયફ્રેન્ડ આદિલ ખાન સાથે મુંબઈની સડકો પર જોવા મળી હતી. રાખી સાવંત તાજેતરમાં દુબઈ ગઈ હતી અને ત્યાં તેણે એક એવોર્ડ શોમાં ભાગ લીધો હતો. થોડા દિવસો પહેલા રાખીએ તેના પૂર્વ પતિ રિતેશ પર આરોપ લગાવ્યો હતો. બિગ બોસ 15માં તે પતિ રિતેશ સિંહને સામે લઈને આવી રહી છે.