ઘણી વખત રક્ષાબંધનના સમયે ભદ્રાકાળનું નામ સામે આવે છે, ભદ્રાકાળ જાણવો ખૂબ જરૂરી છે ભદ્રા કોણ છે ? ભદ્રાકાળમાં રાખડી કેમ બાંધવામાં આવતી નથી ભદ્રા શનિદેવની બહેનનું નામ છે. જે ભગવાન સૂર્ય અને માતા છાયાનું સંતાન છે ધાર્મિક ગ્રંથો અનુસાર ભદ્રાનો જન્મ દૈત્યોના વિનાશ માટે થયો હતો ભદ્રાનું વ્યક્તિત્વ લોકોમાં ભય ઉત્પન્ન કરવાનું હોય છે તેના શરીરનો રંગ કાળો, દાંત મોટા અને વાળ લાંબા હોય છે રાવણને તેની બહેને ભદ્રા કાળામાં રાખડી બાંધી હતી. તેથી રાવણનો અંત શ્રીરામના હસ્તે થયો હતો કોઈપણ શુભ કામ કરતા પહેલા ભદ્રાકાળ ન ચાલતો હોય તેનો ખ્યાલ રાખવો જોઈએ તેથી ભદ્રાકાળમાં બહેન તેના ભાઈને રાખડી બાંધતી નથી કારણકે તેનો શુભ માનવામાં આવતી નથી