હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેને દેવીનો દરજ્જો મળ્યો છે

તુલસીના છોડમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા રહે છે. એટલા માટે તુલસીની નિયમિત પૂજા કરવી જોઈએ.

ઘણી વખત તુલસીની પૂજા કરતી વખતે કેટલીક એવી ભૂલો થઇ જાય છે જેનો આપણને અંદાજ હોતો નથી.

લગભગ બધાના ઘરમાં એક તુલસીનો તો અવશ્ય હોય છે. ઘણા લોકો સમય મળે ત્યારે તુલસીના છોડને પાણી આપે છે.

શાસ્ત્રો અનુસાર સૂર્યોદય સમયે તુલસીના છોડને જળ અર્પિત કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

સ્નાન કર્યા પછી સૂર્યોદય સમયે તુલસીને જળ ચઢાવવુ યોગ્ય છે.

આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે.

રવિવારના દિવસે તુલસીના છોડને પાણી ન ચઢાવવું જોઈએ, કારણ કે તે આ દિવસે આરામ કરે છે.

આ સિવાય એકાદશીના દિવસે પણ પાણી ન ચઢાવવું જોઈએ, કારણ કે આ દિવસે માતા તુલસી વિષ્ણુ માટે નિર્જળ ઉપવાસ કરે છે.

નિયમિત રીતે મા તુલસીની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે.

નિયમિત રીતે મા તુલસીની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે.