શનિદેવ ભગવાન શિવના પરમ ભક્ત છે. ભગવાન શિવનો એક અવતાર પિપ્લાદ છે. જેના કારણે શનિ દેવ લંગડા છે



પુરાણો અનુસાર, ભગવાન શિવના અવતાર પિપ્લાદ, દધીચિ મુનીના પુત્ર હતા



ભગવાન બ્રહ્માએ તેનું નામ પિપ્પલાદ રાખ્યું, કારણકે તેમણે પીપળાના પાન ખાઈને તપ કર્યુ હતું



પિપ્પલાદના જન્મ બાદ તેના પિતા દધીચિ મુનિનું મૃત્યુ થયું હતું



પિપ્પલાદ મોટા થયા તો તેના પિતાના મૃત્યુનું કારણ પૂછ્યું



જેમાં ખબર પડી કે શનિદેવની કુદ્રષ્ટિના કારણે તેમનું મૃત્યુ થયું છે



કારણ જાણીને પિપ્પલાદ ખૂબ ક્રોધિત થયા અને તેમણે શનિદેવ પર બ્રહ્મદંડથી પ્રહાર કર્યો



શનિ દેવ બ્રહ્મદંડનો પ્રહાર સહન કરી શકે તેમ નહોતા. જરના કારણે શનિ દેવ ભાગવા લાગ્યા



ત્રણેય લોક બાદ પણ બ્રહ્મદંડે શનિદેવનો પીછો ન છોડ્યો અને આવીને તેમના પગમાં વાગ્યો



ત્યારથી શનિદેવ લંગડા થઈને ચાલવા લાગ્યા.