ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઇએ નવું ફોટોશૂટ કરાવ્યું છે. તેણે નવી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. અભિનેત્રીએ સિઝલિંગ સ્ટાઈલમાં નવો લુક શેર કર્યો છે. રશ્મિએ ફ્લોરલ પ્રિન્ટ અને મેચિંગ બ્લેઝર સાથે ટ્રાઉઝર પહેર્યું છે. અભિનેત્રીએ કેમેરાની સામે ઘણા પોઝ આપ્યા છે. આ લુકમાં રશ્મિ ખૂબ જ આકર્ષક લાગી રહી છે. એક્ટ્રેસનો આ નવો લૂક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ તેના લૂકની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે રશ્મિ તેની આગામી વેબ સિરીઝ 'LLB - નામ હી કાફી હૈ'ને લઈને ચર્ચામાં છે. All Photo Credit: Instagram