સોનામાં રોકાણ કરનારાઓ માટે સરકાર એક મોટી તક લઈને આવી છે. આરબીઆઈએ સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2023-24ની નવી શ્રેણી શરૂ કરી છે. આ સ્કીમમાં 22 ડિસેમ્બર સુધી રોકાણ કરી શકાય છે RBIએ સોવરિન ગોલ્ડ બોન્ડ સિરીઝ III ની કિંમત 6199 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરી છે. તમે NSE, BSE, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, પોસ્ટ ઓફિસ અથવા કોમર્શિયલ બેંકો જેવા સ્ટોક એક્સચેન્જોમાંથી SBG ખરીદી શકો છો. SGB ઓનલાઈન ખરીદવા પર 50 રૂપિયા પ્રતિ ગ્રામનું વધારાનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. વ્યક્તિ 1 ગ્રામથી 4 કિલોગ્રામ સોનામાં રોકાણ કરી શકે છે. જ્યારે ટ્રસ્ટ અને સંસ્થાઓ એક વર્ષમાં 20 કિલો સુધીનું સોનું ખરીદી શકે છે.