શાસ્ત્રો અનુસાર કળિયુગમાં હનુમાનજી એક માત્ર એવા દેવતા છે જે ધરતી પર બિરાજમાન છે, જો સાચી શ્રદ્ધા અને પૂરી ભક્તિથી પૂજા કરવામાં આવે તો, તેઓ જલદી પ્રસન્ન થઈને દર્શન આપે છે મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે, આ દિવસે હનુમાન ચાલીસા સુંદરકાંડ, હનુમાન બાહુક, હનુમાનાષ્ટક અને બજરંગ બાણનો પાઠ કરી શકાય છે હનુમાનજીના તમામ પાઠોમાં બજરંગ બાણનો પાઠ સૌથી શક્તિશાળી પાઠમાંથી એક માનવામાં આવ્યો છે જો તમે ઘણી પરેશાનીમાં છો અને બહાર નીકળવાનો કોઈ રસ્તો ન મળી રહ્યો હોય તો હનુમાનજીને હાથ જોડીને પ્રાર્થના કરો કહેવાય છે કે જ્યારે પ્રાણ સંકટમાં હોય તો રોજ બજરંગ બાણનો પાઠ કરી શકાય