રિચા ચઢ્ઢાએ ખૂબ જ ઓછા સમયમાં હિન્દી સિનેમામાં એક ખાસ ઓળખ બનાવી છે. રિચાએ મુંબઈ આવ્યા બાદ મોડલિંગ શરૂ કર્યું હતું. આ પછી તે થિયેટર તરફ વળી. રિચાએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ઓયે લકી - લકી ઓયેથી કરી હતી. પોતાની પહેલી જ ફિલ્મમાં તેણે પોતાના અભિનયથી લોકોને ચોંકાવી દીધા હતા. ત્યારબાદ તે ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર'માં જોવા મળી હતી. રિચાએ આ ફિલ્મમાં નગમા ખાતૂનની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ માટે રિચાને ઘણી ખ્યાતી મળી હતી. આ ફિલ્મ પછી તે 'ગેંગ્સ ઓફ વાસેપુર-2'માં પણ જોવા મળી હતી. તે પોતાની એક્ટિંગથી બધાના મોં બંધ કરી દે છે