RJD સુપ્રીમો લાલુ યાદવનો આજે 76મો જન્મદિવસ છે.

લાલુ યાદવ પટનામાં છે, જ્યાં તેમણે આખા પરિવાર સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

લાલુ યાદવને કેક ખવરાવતી તેની પુત્રી

લાલુ યાદવે પરિવારના બાળકો સાથે કેક કાપી હતી.

લાલુ પ્રસાદ યાદવનો જન્મ 11 જૂન 1948ના રોજ બિહારના ગોપાલગંજના ફુલવરિયા ગામમાં થયો હતો.

તેમના પિતાનું નામ કુંદન રાય અને માતાનું નામ મરછિયા દેવી હતું.

લાલુ યાદવનું બાળપણ સંઘર્ષથી ભરેલું હતું. તેમણે પોતાની આત્મકથા 'ગોપાલગંજથી રાયસીના'માં પોતાની ગરીબીનો ઉલ્લેખ કર્યો છે.

બાળપણમાં તેમને ખાવા માટે પૂરતું ભોજન મળતું નહોતું. પહેરવા માટે કપડાં પણ નહોતા.

ગામમાં તેઓ ભેંસ અને અન્ય પશુઓ ચરતા હતા.