શરદ યાદવનો જન્મ 1 જુલાઈ, 1947ના રોજ મધ્યપ્રદેશના હોશંગાબાદમાં થયો હતો

તેમનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો, ત્યારબાદ તેણે પોતાનો પ્રારંભિક અભ્યાસ ત્યાં જ કર્યો હતો.

યુવાનીમાં આવતા જ યાદવને રાજકારણમાં રસ પડ્યો, તેણે જબલપુર એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કર્યો.

આ સમયે, તેઓ વિદ્યાર્થી રાજકારણમાં પણ ખૂબ સક્રિય હતા, અને અભ્યાસમાં પણ ટોપ પર રહેતા હતા.

1974માં તેઓ પહેલીવાર જબલપુર લોકસભા સીટથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.

આ દરમિયાન તેઓ જેપી આંદોલન સાથે પણ જોડાયેલા હતા. આ પછી શરદ યાદવે રાજકારણમાં પાછું વળીને જોયું નથી.

1977માં તેઓ ફરીથી જબલપુર લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા. આ દરમિયાન તેઓ યુવા જનતા દળના અધ્યક્ષ પણ હતા.

986માં પહેલીવાર શરદ યાદવ રાજ્યસભા પહોંચ્યા. 1989માં યુપીની બદાયુ લોકસભા સીટ પરથી ચૂંટણી જીતી

આ પછી, તે જ વર્ષે, તેમને કેન્દ્રીય મંત્રી પદ પણ મળ્યું. યાદવની આગળની સફર પણ ખૂબ જ શાનદાર રહી.

1991 થી 2014 સુધી શરદ યાદવ બિહારની મધેપુરા સીટથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. યાદવ 1997માં જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ ચૂંટાયા હતા.

તેમણે વર્ષ 2016માં જેડીયુમાંથી રાજીનામું આપ્યા બાદ પોતાની નવી પાર્ટી બનાવી. આ પછી તેમણે આ પાર્ટીને રાષ્ટ્રીય જનતા દળમાં ભેળવી દીધી.

Thanks for Reading. UP NEXT

રાહુલ ગાંધીનો હાથ પકડીને ચાલનારી આ યુવતી કોણ છે ?

View next story