રૂહાની શર્માનો જન્મ 18 સપ્ટેમ્બર 1994ના રોજ હિમાચલ પ્રદેશમાં થયો હતો જોકે તે મોટાભાગે તેલુગુ સિનેમામાં એક્ટિવ હતી તેણીએ પંજાબી મ્યુઝિક વીડિઓથી તેના કરિયરની શરૂઆત કરી હતી વર્ષ 2019 દરમિયાન તે વેબ સિરીઝ 'પોઈઝન'માં જોવા મળી હતી તેણે વર્ષ 2017 દરમિયાન તમિલ ફિલ્મ 'કદૈસી બેંચ કાર્તિ' સાથે તમિલ સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. તે વર્ષ 2019 દરમિયાન ફિલ્મ 'કમલા' સાથે મલયાલમ સિનેમામાં પણ જોવા મળી હતી. હવે તે 'આગ્રા' ફિલ્મથી હિન્દી સિનેમામાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે. ફિલ્મ 'આગ્રા' 24 મે 2023ના રોજ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રિલીઝ થઈ છે. જો કે, આ ફિલ્મ થિયેટર્સમાં રીલિઝ થઇ શકી નથી All Photo Credit: Instagram