સાઉથ એક્ટ્રેસ સામંથાએ આજે ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ ઓળખ બનાવી છે. તાજેતરમાં, અભિનેત્રીને ન્યૂયોર્કમાં 41માં ઈન્ડિયા પરેડ ડેમાં ભાગ લેવાની તક મળી. અભિનેત્રીએ મુખ્ય અતિથિ તરીકે પરેડની અધ્યક્ષતા કરી હતી. સામંથા ન્યૂયોર્કની સડકો પર લોકોને પણ મળી હતી આ પછી તેમણે જય હિંદ કહીને જોરદાર ભાષણ આપ્યું અભિનેત્રીએ કહ્યું કે હું અહીં છું તે ખરેખર સન્માનની વાત છે મારી દરેક ફિલ્મને સપોર્ટ કરવા બદલ યુએસએનો આભાર તસવીરો પોસ્ટ કરતાં સામંથાએ કહ્યું કે તેનું ન્યૂયોર્ક સાથે ખાસ જોડાણ છે. અભિનેત્રીએ લખ્યું કહેવાય છે કે ન્યૂયોર્ક એ જગ્યા છે જ્યાં સપના જોવા મળે છે જ્યારે મેં મારી કારકિર્દીની શરૂઆત કરી ત્યારે મેં મારી પ્રથમ ફિલ્મનું શૂટિંગ અહીં કર્યું હતું.