હવે બંનેના લગ્નને 9 વર્ષ થઈ ગયા છે, પરંતુ તેમના પ્રેમ સંબંધને 12 વર્ષ પૂરા થઈ ગયા છે.

રવિ દુબે સાથેના પ્રેમ સંબંધને 12 વર્ષની ઉજવણી કરતા સરગુન મહેતાએ ઇન્ટાગ્રામ પર સુંદર અને રોમેન્ટિક તસવીરો શેર કરી છે.

તસવીરોમાં સરગુન મહેતા સાડીમાં જોવા મળી રહી છે. જ્યારે રવિ દુબે બ્લેક સૂટમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે.

અલગ-અલગ પોઝ આપીને તેઓએ 10 તસવીરો શેર કરી છે, જેના કેપ્શનમાં તેઓએ લખ્યું છે - '10 ફોટા પરંતુ સાથે રહેતા 12 વર્ષ થયા છે. હેપ્પી 12 યર્સ Buddy'.

રવિ અને સરગુનની લવ સ્ટોરી ઘણી રસપ્રદ છે. બંનેની પહેલી મુલાકાત વર્ષ 2009માં 12/24 કરોલ બાગ ટીવી શોના સેટ પર થઈ હતી.

આ શોમાં બંનેએ પતિ-પત્નીની ભૂમિકા ભજવી હતી. બંનેએ વર્ષ 2013માં લગ્ન કર્યા હતા

તમામ તસવીરો સરગુન મહેતાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.