ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ અને તેની પત્ની વિની રમન ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. મેક્સવેલ અને વિનીએ 18 માર્ચ 2022ના રોજ હિન્દુ અને ખ્રિસ્તી વિધિથી લગ્ન કર્યા હતા. આ કપલે સોશિયલ મીડિયા દ્વારા મે 2023 માં તેમના બાળકના જન્મના સારા સમાચાર શેર કર્યા હતા મેક્સવેલની પત્નીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર બેબી શાવરની કેટલીક તસવીરો શેર કરી છે. વિધિ તમિલ પરંપરા અનુસાર કરવામાં આવી હતી. ચાહકોને બેબી શાવરની ક્યૂટ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે બેબી શાવર સેરેમનીમાં વિની રમને બ્લુ કલરની ટ્રેડિશનલ સાડી પહેરી હતી