શૂટિંગ દરમિયાન સુપરસ્ટાર શાહરૂખ ખાનનો અકસ્માત થયો છે અમેરિકાના લોસ એન્જિલિસમાં શાહરૂખ શૂટિંગ કરતો હતો ત્યારે આ ઘટના બની રિપોર્ટ્સ અનુસાર, આ પછી તેણે ત્યાં સર્જરી પણ કરાવવી પડી હતી. શાહરૂખના નાકમાં ઈજાના કારણે લોહી વહેવા લાગ્યું ત્યારબાદ તેનું સામાન્ય ઓપરેશન કરવું પડ્યું ડોક્ટરોએ તેમની ટીમને કહ્યું કે ચિંતા કરવાની કોઈ વાત નથી ઓપરેશન બાદ શાહરૂખના નાક પર પટ્ટી દેખાતી હતી. શાહરૂખ હવે ભારત પરત ફર્યો છે અને આ ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. બેક ટુ બેક ફ્લોપ આપ્યા પછી, શાહરૂખ ખાને ઘણા વર્ષોનો બ્રેક લીધો હતો તેણે હવે એક સાથે તેના ઘણા પ્રોજેક્ટ્સની જાહેરાત કરીને દર્શકોના દિલ જીતી લીધા હતા. રોમાન્સનો કિંગ કહેવાતો શાહરૂખ હવે એક્શન ફિલ્મો પર દાવ લગાવી રહ્યો છે કારણ કે ક્યાંક ને ક્યાંક તે હવે પબ્લિક સેન્ટિમેન્ટ પ્રમાણે ફિલ્મો કરી રહ્યો છે.