બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરનો નાનો ભાઈ ઈશાન ખટ્ટર ફરી એકવાર પોતાના સંબંધોને લઈને ચર્ચામાં આવ્યો છે.

શાહિદ કપૂર બાંદ્રામાં તેના ભાઈ ઈશાન ખટ્ટર સાથે જોવા મળ્યો હતો.

બંને ભાઈઓ મોટર સાયકલ ચલાવતાં નજરે પડ્યા હતા

ઈશાન ખટ્ટરના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેણે 'બિયોન્ડ ધ ક્લાઉડ્સ' સાથે તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી

જોકે, તેને 2018માં રિલીઝ થયેલી રોમેન્ટિક ડ્રામા 'ધડક'થી ઓળખ મળી હતી.

આ સિવાય તે 'અ સ્યુટેબલ બોય', 'ખાલી પીલી' અને 'ફોન ભૂત' જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે

તે ટૂંક સમયમાં 'વોર ડ્રામા પિપ્પા'માં પણ જોવા મળશે.

આ ઉપરાંત, અભિનેતા આગામી નેટફ્લિક્સ શ્રેણી 'ધ પરફેક્ટ કપલ'માં પણ મહત્વની ભૂમિકા ભજવતો જોવા મળશે.

શાહિદ કપૂરે અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યુ છે અને તેને ઘણા એવોર્ડ પણ મળ્યા છે.