ફિટનેસ અને સ્ટાઈલ મામલે કોઈ શિલ્પા શેટ્ટીને ટક્કર આપી શકે તેમ નથી. અભિનય અને નૃત્ય દ્વારા લાંબા સમય સુધી દર્શકોનું મનોરંજન કર્યું છે. શિલ્પાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક નવું ફોટોશૂટ શેર કર્યું છે. તસવીરોમાં અભિનેત્રી સ્ટાઇલિશ ઓરેન્જ ગાઉનમાં જોવા મળી છે. શિલ્પાએ ડ્રેસ સાથે તેના ટોન ફિગરને જોરદાર રીતે ફ્લોન્ટ કર્યું છે. અભિનેત્રીએ બન, લાંબી ઈયરીંગ, ન્યુડ લિપ કલર અને હેવી મેકઅપ સાથે લુક કમ્પ્લીટ કર્યો હતો. શિલ્પાએ જાંબલી રંગની હાઈ હીલ્સ પહેરી છે, જે દરેકનું ધ્યાન ખેંચી રહી છે. બોલિવૂડ સ્ટાર્સ પણ શિલ્પાના આ લુકના દિવાના બની ગયા છે. શિલ્પાની બહેન શમિતા શેટ્ટીએ લખ્યું- હોટનેસ..., All Photos Instagram