યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની નાયરા ઉર્ફે શિવાંગી જોશીના ચાહકોની કોઈ કમી નથી

શિવાંગીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તેના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી માહિતી શેર કરીને તેના ચાહકોને ચોંકાવી દીધા છે.

શિવાંગી જોશી કિડનીના ઈન્ફેક્શનથી પીડિત છે. તે હોસ્પિટલમાં દાખલ છે અને તેની સારવાર ચાલી રહી છે.

અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા તેના સ્વાસ્થ્ય અપડેટ્સ આપ્યા છે.

ફોટોમાં શિવાંગી ઓકે સાઇન આપીને તેના સ્વાસ્થ્ય વિશે સંકેત આપી રહી છે.

હોસ્પિટલના બેડ પર સુતી વખતે શિવાંગી હસતી જોવા મળી રહી છે.

શિવાંગીએ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, “બધાને હાય, મને છેલ્લા કેટલાક દિવસોથી કિડનીમાં ચેપ છે, પરંતુ હું તમને જણાવવા માંગુ છું કે મારા પરિવાર, મિત્રો, ડૉક્ટર્સ, હોસ્પિટલ સ્ટાફ અને ભગવાનની કૃપાથી મને હવે સારું છે

હું સારું ફિલ કરી રહી છું. આ પરિસ્થિતિ તમને યાદ અપાવે છે કે તમારે તમારા શરીર, મન અને આત્માની કાળજી લેવી પડશે અને સૌથી અગત્યનું તમારી જાતને હાઇડ્રેટેડ રાખો

'યે રિશ્તા' પછી 'બાલિકા વધૂ 2' અને 'ખતરોં કે ખિલાડી 12'માં જોવા મળેલી શિવાંગી જોશી 'બેકાબૂ'માં જોવા મળશે.



તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ