એશિયા કપમાં બાંગ્લાદેશે ભારતને 6 રનથી હરાવ્યું હતું. આ મેચમાં શુભમન ગિલે શાનદાર સદી ફટકારી હતી.

ગિલે એક છેડેથી ઇનિંગ્સને કાબૂમાં રાખી હતી અને 121 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો.

વનડેમાં લક્ષ્યનો પીછો કરતી વખતે ગિલ પ્રથમ વખત સદી ફટકારવામાં સફળ રહ્યો છે.

આ એશિયા કપમાં અત્યાર સુધી ગિલે 68.75ની એવરેજથી 275 રન બનાવ્યા છે.

ગિલે અત્યાર સુધી 32 વનડે મેચોમાં 63.41ની એવરેજથી 1712 રન બનાવ્યા છે.

ચાલુ વર્ષે તે વન ડેમાં 1000 રન બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો હતો.

18 ટેસ્ટ મેચોમાં તેના નામે 32.2ની એવરેજથી 966 રન છે, જેમાં 2 સદીની ઇનિંગ્સ પણ સામેલ છે

11 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં, ગિલ 30.4 ની એવરેજથી 304 રન બનાવવામાં સફળ રહ્યો છે

શુભમન ગિલ હાલ સારા ફોર્મમમાં છે અને રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી રહ્યો છે.

એશિયા ખંડ સિવાય ગિલ કંઈ ખાસ રન બનાવી શક્યો નથી.

Thanks for Reading. UP NEXT

વર્લ્ડકપમાં વિરાટ કોહલીની આ નબળાઈ ભારતને ભારે પડી શકે છે

View next story