વિરાટ કોહલીનો વર્ષ 2021થી ડાબોડી સ્પિન બોલર્સ સામે સંઘર્ષ સતત શરૂ છે કોહલી એશિયા કપ 2023માં શ્રીલંકા સામેની મેચમાં ડાબોડી સ્પિનર વેલાલાગેને વિકેટ આપી બેઠો હતો જાન્યુઆરી 2021થી લઈ કોહલી અત્યાર સુધીની 28 મેચમાં 8 વખત ડાબોડી સ્પિનરનો શિકાર બન્યો છે કોહલીએ આ દરમિયાન માત્ર 13ની સરેરાશથી આવા બોલર્સ સામે કુલ 104 રન બનાવ્યા છે વિરાટને આ દરમિયાન કેશવ મહારાજ, શાકિબ અલ હસન અને મિચેલ સેંટનરે 2-2 વખત શિકાર બનાવ્યો છે વન ડે વર્લ્ડકપ 2023ને જોતા વિરાટ કોહલીની આ નબળાઈ ભારત માટે મોટી સમસ્યા બની શકે છે શાકિબ અલ હસને સ્પિનર તરીકે કોહલીને સૌથી વધારે વખત વન ડેમાં આઉટ કર્યો છે શ્રીલંકા સામેના મુકાબલા પહેલા વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે શાનદાર સદીની ઈનિંગ રમી હતી વિરાટે વર્ષ 2023માં અત્યાર સુધી બેટથી ઘણો શાનદાર દેખાવ કર્યો છે કોહલી વર્ષ 2023માં અત્યાર સુધીમાં વન ડેમાં 3 સદી ફટકારી ચુક્યો છે