કાવ્યા મારન સનરાઇજર્સ હૈદરાબાદ ટીમની CEO છે. કાવ્યા કલાનિધિ મારનની પુત્રી છે, જે સન ગ્રૂપના માલિક છે. કાવ્યા આ IPL ઓકશનમાં ખૂબ જ ચર્ચામાં રહી ચૂકી છે. SRH vs LSG મેચ દરમિયાન કાવ્યા કેમેરામાં કેદ થઇ હતી. મેચ બાદ પણ કાવ્યા મારન સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. મેચમાં તેમની ટીમને હારતા જોતા ઉદાસીન તસવીર વાયરલ થઇ હતી. સોશિયલ મીડિયા પર કાવ્યા મારન હવે નેશનલ ક્રશ બની ગઇ છે. કાવ્યા મારન સન ટીવીના એફએમ સાથે પણ જોડાયેલી છે. કાવ્યા મારનનો જન્મ 6 ઓગસ્ટ 1992માં ચેન્નઇમાં થયો. MBAના અભ્યાસ બાદ પિતા કલાનિધિને બિઝનેસમાં મદદ કરી રહી છે.